મેનુ

You are here: હોમમાં> પાત્રા રેસીપી

પાત્રા રેસીપી

Viewed: 8938 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images.

પાત્રાની રેસીપીને ગુજરાતી પાત્રા અથવા મહારાષ્ટ્રીયન આલુ વડી પણ કહેવામાં આવે છે. જો તમારી પાસે કોઈ ગુજ્જુ મિત્ર અથવા ગુજ્જુ સહકાર્યકર છે, તો તમે ચોક્કસપણે પાત્રા વિશે સાંભળ્યું હશે અથવા આ અતિ સ્વાદિષ્ટ વાનગી માટેનો તેમનો પ્રેમ જાણ્યો હશે! અમે તમારા માટે લાવેલી આ પાત્રાની રેસીપીને અનુસરીને તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો !!

અળુના પાન ખૂબ જ પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ હોય છે. પાત્રા ભોજન સાથે એક અદ્ભુત સાઇડ ડિશ બનાવે છે. મારી માતા તેને સાંજના નાસ્તા માટે અથવા ભોજનના સાથી તરીકે બનાવતી હતી. કેટલીકવાર, જ્યારે અળુના પાન ઉપલબ્ધ ન હતા, ત્યારે પાત્રા તૈયાર કરવા માટે મોટા અને લાંબા પાલકના પાંદડાઓનો ઉપયોગ કરતી હતી.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

પાત્રા માટે

ચણાના લોટના મિશ્રણ માટે

સજાવવા માટે

વિધિ
ચણાના લોટના મિશ્રણ માટે
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, લગભગ ૧ કપ પાણી ઉમેરો અને ગોળ પીગળે અને સુવાળું બને ત્યાં સુધી હ્વિસ્ક વાપરીને ખૂબ સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
પાત્રા બનાવવા માટે
  1. પાત્રા બનાવવા માટે, અળુના પાનને નસની બાજુની ઉપરની તરફ રાખી સાફ સૂકી સપાટી પર મૂકો અને તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરીને નસ દૂર કરો.
  2. ભીના મલમલ કાપડનો ઉપયોગ કરીને અળુના પાનને બંને બાજુથી સાફ કરો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ વધુ ૧૧ અળુના પાન સાફ કરી લો.
  4. સ્વચ્છ સપાટ સપાટી પર અળુનું પાન મૂકો, હળવા લીલા રંગની બાજુ ઉપરની તરફ અને ટોચ તમારી તરફ રાખો.
  5. તમારી આંગળીઓનો ઉપયોગ કરીને અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
  6. તેની ઉપર હજી એક અળુનું પાન મૂકો અને હળવા લીલા રંગની બાજુ ફરીથી ઉપરની તરફ કરો અને વિરુદ્ધ દિશામાં ટોચ મૂકો. ફરીથી અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
  7. રીત ક્રમાંક ૪ થી ૬ મુજબ વધુ ૨ અળુના પાન મુકી ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.
  8. સીધી બંને બાજુથી 2” પાનને ફોલ્ડ કરો.
  9. દરેક ફોલ્ડમાં થોડું ચણાના લોટનું મિશ્રણ લગાવતા લગાવતા તેને એક છેડાથી બીજા છેડા સુધી ચુસ્તપણે રોલ કરો. છેલ્લે થોડું ચણાના લોટનું મિશ્રણ વાપરીને બીજા છેડાને સુરક્ષિત કરો અને બાજુ પર રાખો.
  10. રીત ક્રમાંક ૪ થી ૯ મુજબ વધુ ૨ રોલ્સ બનાવી લો.
  11. બધા ૩ રોલ્સને સ્ટીમરમાં મૂકો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે દૃઢ ન થાય ત્યાં સુધી રાંધી લો. લગભગ ૧૦ મિનીટ માટે ઠંડુ થવા બાજુ પર રાખો.
  12. ઠંડુ થાય ત્યારે, દરેક રોલને ૧૨ મી. મી. (૧/૨”)ની જાડી સ્લાઇસમાં કાપો અને બાજુ પર રાખો.
  13. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
  14. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.
  15. પાત્રાના ટુકડા ઉમેરો, હળવેથી હલાવો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  16. પાત્રાને નારિયેળ અને કોથમીરથી સજાવીને પીરસો.
હાથવગી સલાહ
  1. પાત્રા બનાવવા માટે હંમેશા કાળા દાંડા વાળા અળુના પાન વાપરો.

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads