You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > બપોરના અલ્પાહાર સલાડ રેસીપી > પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025

Table of Content
About Nutritious Vegetable Salad, Low Salt And High Fiber Veg Salad
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing images.
સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે.
આવા આ પૌષ્ટિક વેજીટેબલ સલાડના બાઉલમાં ઉપરથી થોડા સૂર્યમૂખીના બીજનો છંટકાવ તમારા રક્તદાબને અંકુશમાં રાખશે. થોડા મીઠા અને વધુ ફાઇબરવાળા આ સલાડની ગણત્રી પૌષ્ટિક નાસ્તામાં કરી શકાય, જેને તમે બે જમણની વચ્ચેના સમયમાં અથવા સાંજના નાસ્તામાં પણ માણી શકો છો.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/4 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
1/4 કપ સમારેલી લાલ કોબી
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સ્લાઇસ કરેલા ગાજર
1/2 કપ સ્લાઇસ કરેલી કાકડી
1/4 કપ સ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં
1/4 કપ સ્લાઇસ કરેલા પીળા સિમલા મરચાં
1/4 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
2 ટીસ્પૂન સૂર્યમુખીના બીજ
મિક્સ કરીને ડ્રેસિંગ બનાવવા માટે
1 કપ ખમણેલું સફરજન (grated apples)
1 ટેબલસ્પૂન મીઠું (salt)
1/2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 ટેબલસ્પૂન સમારેલી કિસમિસ (ફરજિયાત નથી)
1/8 ટીસ્પૂન મીઠું (salt)
1 ટીસ્પૂન પલાળેલી કેર
વિધિ
- પૌષ્ટિક વેજીટેબલ સલાડ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગું કરો અને સારી રીતે ટોસ કરો.
- ક્લિંગ રેપથી ઢાંકીને ૧ કલાક માટે ઠંડુ કરો.
- પીરસતા પહેલા એપલ ડ્રેસિંગ બનાવો.
- સલાડમાં ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- પૌષ્ટિક વેજીટેબલ સલાડને તરત જ પીરસો.