You are here: હોમમાં> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > મગની દાળના ઢોકળા ની રેસીપી
મગની દાળના ઢોકળા ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે.
તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોકળાની ઉપર પાથરવામાં આવતું સુગંધી વઘાર અને તેની સાથે પીરસવામાં આવતી લીલી ચટણી આપણી જીભને અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
મગની દાળના ઢોકળાના ખીરા માટે
3/4 કપ પીળી મગની દાળ (yellow moong dal)
3 લીલું મરચું (green chillies)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 1/2 ટીસ્પૂન સાકર (sugar)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
2 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1 1/2 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt)
વઘાર માટે
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન તલ (sesame seeds, til)
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર (grated coconut)
પીરસવા માટે
વિધિ
- મગની દાળના ઢોકળા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં મગની દાળ અને લીલા મરચાંની સાથે થોડું પાણી મેળવી બરોબર મિક્સ કરી રેડી શકાય એવી નરમ પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું, સાકર, હીંગ, તેલ, હળદર, ચણાનો લોટ અને દહીં મેળવી સારી રીતે મિક્સ કરી ખીરૂં તૈયાર કરો.
- જ્યારે ઢોકળા બાફવાનો સમય થાય, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો.
- આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી લો.
- હવે આ થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. બાજુ પર મૂકો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વઘારને તૈયાર કરેલા ઢોકળા ઉપર રેડી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર કોથમીર અને નાળિયેરનું ખમણ સરખી રીતે છાંટી લો.
- ઢોકળાના ટુકડા પાડીને લીલી ચટણી સાથે પીરસો.