You are here: હોમમાં> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > પૌષ્ટિક કઢી
પૌષ્ટિક કઢી

Tarla Dalal
19 February, 2025


Table of Content
હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | healthy kadhi recipe in Gujarati | with 10 amazing images.
ભારતીય વાનગીમાં કઢી એક પ્રખ્યાત ડીશ ગણાય છે. દહીં સાથે ચણાનો લોટ અને વિવિધ મસાલા વડે તૈયાર કરેલી આ હેલ્ધી કઢી સ્વાદના રસિયાઓ માટે બીજા કોઇ પણ ખોરાક સાથે તેની મજા માણશે.
કઢી બનાવવાની દરેક પ્રાંતની પોતાની અલગ અલગ રીત હોય છે જેમ કે રાજસ્થાનની પકોડા કઢી, પંજાબની પકોડા કઢી, ગુજરાતની કઢી, મહારાષ્ટ્રની કોકમ કઢી વગેરે.
આમ પણ કઢીને એક પૌષ્ટિક વાનગીની ગણતરીમાં મૂકી શકાય, કારણ કે તેમાં વિટામીન એ, વિટામીન-ડી, વિટામીન-ઇ અને વિટામીન-કે રહેલા છે. અહીં અમે તેમાં થોડો વધારો કરી ગુજરાતી કઢીની રીત રજૂ કરી છે જે ઓછા કોલેસ્ટ્રોલવાળા અને ડાયાબિટીસવાળાને પણ માફક આવે એવી છે.
અમે આ હેલ્ધી કઢી રેસીપીમાં લૉ-ફેટ દહીં મેળવી તેમાં ઘી ફક્ત ૧ ટીસ્પૂન જેટલું જ નાંખી લૉ-ફેટ કઢી રજૂ કરી છે જે ઉંમરલાયક લોકો કે જેમને હ્રદયની તકલીફ કે પછી જેમને વજન વધવાની ફીકર રહે છે, તેમના માટે લૉ-ફેટ કે લૉ-કેલરીવાળી બનાવી છે અને આ કઢીમાં સાકર કે ગોળનો ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો.
અહીં રજૂ કરેલી રીતે લૉ ફેટ કઢી બનાવી ડાયાબિટીસવાળાને માફક આવે એવી ખીચડી જેવી કે જુવાર અને વિવિધ શાકની ખીચડી, આરોગ્યદાયક ખીચડી કે પછી ઓટસ્ ની ખીચડી સાથે તેને પીરસીને મજા માણો.
પૌષ્ટિક કઢી - Low Fat Healthy Gujarati Kadhi recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
પૌષ્ટિક કઢી માટે
2 કપ લો ફૅટ દહીં (low fat curds)
5 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
1 ટીસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
કઢી સાથે પીરસવા માટે
વિધિ
- પૌષ્ટિક કઢી બનાવવા માટે પ્રથમ એક ઊંડા બાઉલમાં ચણાના લોટ સાથે દહીં મેળવી સારી રીતે જેરી લો જેથી ગઠોડા ન રહે.
- તે પછી તેમાં ૩ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તથા રાઇ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કડી પત્તા મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલું દહીં-ચણાના લોટનું મિશ્રણ, મીઠું, આદૂ-મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તાપને થોડું ધીમું પાડી ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ પૌષ્ટિક કઢીને કોથમીર વડે સજાવીને બ્રાઉન ચોખાની ખીચડી સાથે ગરમ-ગરમ પીરસો.