You are here: હોમમાં> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ફણસની સબ્જી ની રેસીપી
ફણસની સબ્જી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.
ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.
આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીતે પ્રેશર કુકરમાં બને છે અને તેમાં સામાન્ય રીતે મળતા મસાલા, મસાલા પાવડર અને બીજી વસ્તુઓ જેવી કે કાંદા, ટમેટા, આદૂ વગેરે મેળવવામાં આવે છે. પ્રેશર કુકરમાં રાંધી લીધા પછી પણ આ ફણસની સબ્જીને વધુ વખત રાંધવી જરૂરી છે જેથી કાચા ફણસની સુવાસ જતી રહે.
ફણસનું બંધારણ જ અલગ જ છે જે તમને જરૂરથી મંત્રમુગ્ધ કરશે. આ સબ્જીની મજા દાળ અને રોટી સાથે કે પછી ઘઉંના લોટના કોથમીર-તલવાળા નાન સાથે અને મોગલાઇ દાળ સાથે માણવા જેવી છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે
2 કપ ફણસના ટુકડા
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
3 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 તજ (cinnamon, dalchini) નાનો ટુકડો
3 તમાલપત્ર (bay leaf (tejpatta)
1 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 ટેબલસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
2 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
1 ટીસ્પૂન જીરા પાવડર (cumin seeds (jeera) powder )
1 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફણસ, હળદર, ૧ ટેબલસ્પૂન તેલ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- હવે એક પ્રેશર કુકરના વાસણમાં બાકી રહેલું ૨ ટેબલસ્પૂન તેલ, તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, ધાણા પાવડર, જીરા પાવડર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મેરિનેટ કરેલું ફણસ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.