You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ચિલા, પેનકેક સવારના નાસ્તા > સવારના નાસ્તા > કાકડી અને સોયાના પૅનકેક
કાકડી અને સોયાના પૅનકેક

Tarla Dalal
12 February, 2025


Table of Content
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો એક અભૂતપૂર્વ જોડાણ બને છે.
કાકડી અને સોયાના પૅનકેક - Cucumber Soya Pancake recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ ખમણેલી કાકડી
1/2 કપ સોયાનો લોટ
1/2 કપ રવો (સોજી) (rava / sooji)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 ટેબલસ્પૂન લો ફૅટ દહીં (low fat curds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 1/4 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
પીરસવા માટે
વિધિ
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, ૧ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરો અને રેડી શકાય એવું ખીરૂ તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પૅનકેક બનાવો.
- હવે પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.