મેનુ

You are here: હોમમાં> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મહારાષ્ટ્રીયન રેસીપી >  તીલકૂટ ની રેસીપી

તીલકૂટ ની રેસીપી

Viewed: 6429 times
User 

Tarla Dalal

 22 February, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images.

બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ર સુવાસ અને દેશી સ્વાદ ધરાવે છે. અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રીયન ચટણી માટે કાળા તલનો ઉપયોગ તો જરૂરી જ છે, પણ તે ઉપરાંત બીજી વસ્તુઓ જેવી કે લાલ મરચાં, નાળિયેર, આખા ધાણા વગેરે પણ આ કાળા તલ ની ચટણીમાં મહત્વના રહ્યા છે અને તેથી આ ચટણીનો સ્વાદ સંતુલિત રહે છે.

આમ દરેક વસ્તુઓ પ્રમાણસર મેળવવાથી આ તીલકુટ મજાનું તૈયાર થશે. મહારાષ્ટ્રીયન લોકો તો આ ઝટ-પટ ચટણી ચોખાની ભાખરી સાથે પીરસે છે. તમે પણ તેને રોટલી, ભાખરી, ઇડલી, ઢોસા વગેરે સાથે પીરસીને તેની મજા માણો.

 

તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment in Gujarati

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

વિધિ

  1. એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં તલને મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.
  2. આ તલને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં લસણ સિવાયની બાકીની બધી વસ્તુઓ નાખી ૨ મિનિટ સુધી સૂકી શેકી લો.
  4. તેને એક નાના પ્લેટમાં કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.
  5. હવે એક મિક્સરમાં શેકેલા તલ, નાળીયેર-મરચાનું મિશ્રણ અને લસણ મેળવી, પાણી નાંખ્યા વગર પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  6. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads