You are here: હોમમાં> અડદની દાળની પુરી રેસીપી
અડદની દાળની પુરી રેસીપી

Tarla Dalal
02 January, 2025
-10111.webp)

Table of Content
અડદની દાળની પુરી રેસીપી | મસાલેદાર અડદની દાળની પુરી | રાજસ્થાની મસાલેદાર પુરી | spicy urad dal puris in gujarati |
તમારા બેઠકના ઓરડાને સંપૂર્ણ રાજસ્થાની વાતાવરણમાં બદલવા માટે આ સ્વાદિષ્ટ અડદની દાળની પુરીને મીઠા અથાણાં અને ગરમ ચા સાથે રવિવારે સવારે પીરસો.
આ પુરીના દરેક પાસામાં તફાવત છે - એક સ્તરે, ખાસ મસાલા સાથે પલાળેલી, પીસી અને સાતળીને આ અડદની દાળનું ભવ્ય પૂરણ છે; અને પછી ત્યાં કલોંજીના બીજની સુગંધ સાથે કણક છે. કોઈ શંકા વિના, આ મસાલેદાર અડદની દાળની પુરી તમને એક સ્વાદિષ્ટ રસોઈ તરીકે અલગ કરશે!
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કણિક માટે
1 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ રવો (સોજી) (rava / sooji)
1/2 ટીસ્પૂન કલોંજી
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન તેલ ( oil )
મસાલા પાવડર માટે
1 ટેબલસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટેબલસ્પૂન આખા ધાણા (coriander seeds)
1 ટીસ્પૂન આખા ધાણા (coriander seeds)
8 કાળી મરી (black peppercorns (kalimirch)
5 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડામાં તોડી લો
પૂરણ માટે
3/4 કપ અડદની દાળ (urad dal)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- પૂરણને ૧૦ સમાન ભાગોમાં વહેંચો.
- કણિકનાં એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ મધ્યમાં મૂકો અને પછી તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો. થોડા તેલની મદદથી ફરી નાની પુરી વણી લો.
- ૯ વધુ સ્ટફ્ડ પુરીઓ બનાવવા માટે બાકીના ભાગો અને પૂરણ સાથે પુનરાવર્તન કરો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પુરીઓને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ટીશ્યુ પેપર પર કાઢી લો.
- ખાટા મીઠા અથાણાં સાથે ગરમાગરમ પીરસો.
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, સારી રીતે મિક્સ કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને કડક કણિક તૈયાર કરી લો.
- ૧૫ થી ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
- અડદની દાળને સાફ કરી ધોઈને પાણીમાં ૪ કલાક માટે પલાળી રાખો.
- ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં દરદરી પેસ્ટ બનાવી લો.
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં અડદની દાળની પેસ્ટ અને મીઠું ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
- મસાલા પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો. ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- પોહળા નૉન-સ્ટીક પૅનમાં તમામ ઘટકોને ભેગા કરો અને ૨ થી ૩ મિનિટ સુધી અથવા જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી ધીમા તાપ પર સુકુ શેકી લો.
- સહેજ ઠંડુ કરો અને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવો. એક બાજુ પર રાખો.