You are here: હોમમાં> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > ક્વીક રોઝ સંદેશ ની રેસીપી
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે. આ મીઠાઇમાં તાજા પનીરનો ઉપયોગ કરશો તો તેની બનાવટ સારી થશે. તેને તમે રેફ્રિજરેટરમાં ૩ થી ૪ દીવસ રાખી શકો છો અને જ્યારે મજા લેવી હોય ત્યારે તેનો સ્વાદ માણો. આ ક્વીક રોઝ સંદેશ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવી શકાય એવી મજાની મીઠાઇ છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 1/2 ટેબલસ્પૂન ગુલાબનું સિરપ
1 કપ ખમણેલું પનીર
2 ટેબલસ્પૂન પીસેલી સાકર
સજાવવા માટે
1 ટેબલસ્પૂન સમારેલી બદામ
1 ટેબલસ્પૂન સમારેલા પિસ્તા
વિધિ
- એક મોટી થાળીમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી ગુંદી લો.
- આ મિશ્રણને એક બાઉલમાં મૂકીને ૧૫ મિનિટ માટે ફ્રીજમાં રાખો.
- તે પછી મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકાર બનાવીને હલકા હાથે દબાવીને મધ્યમાં આંગળી વડે ખાડો પાડી લો.
- છેલ્લે તેને પીસ્તા-બદામ અને ગુલાબની પાંદડીઓ વડે સજાવી લો.
- તે પછી તેને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી લીધા પછી પીરસો.