You are here: હોમમાં> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન સવારના નાસ્તા રેસિપીઝ > ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજનની વાનગી તૈયાર કરવી એવી સરળ છે, કે તેની સામે બીજી કોઇ પણ વાનગી તૈયાર કરવી એનાથી સરળ નહીં જ લાગે. મિક્સરના જારમાં બધી વસ્તુઓને ભેગી કરી, મિશ્રણ તૈયાર કરી રેફ્રીજરેટરમાં રાખો. બસ, તમારું કામ પતી ગયું. હા, આ શાકાહારી પૌષ્ટિક વાનગી થોડા સમયમાં જ તૈયાર થઇ જાય છે, પણ તેને રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછું ૪ કલાક તો રાખવું જરૂરી છે.
પણ તમે તેને ૬ થી ૮ કલાક રાખો તો ઠીક અને જો તમે તેને આગલા દીવસે તૈયાર કરી ફ્રીજમાં રાખીને બીજા દીવસેની સવારે તેનો સ્વાદ માણશો તો તે વધુ સ્વાદિષ્ટ લાગશે. ચીયા બીજનો અદભૂત સ્વાદ, ઓટસ્ નો અને બદામના દૂધનો સ્વાદ ઉપરાંત ખજૂરની દેશી મીઠાશ, પીનટ માખણ અને સફરજનની મજેદાર મહેક આ નાસ્તાની વાનગીને અતિ મજેદાર બનાવે છે.
ઓટસ્ અને ચીયા બીજમાં ફાઇબર હોવાથી આ વાનગીને તે પૌષ્ટિકતા આપે છે. બદામનું દૂધ લેકટોઝની તકલીફવાળા માટે ગુણકારી છે. મેપલ સીરપ આ વાનગીને મીઠાશ આપે છે, પણ જો તમે શાકાહારી ન હો, તો તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.
ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી - Oatmeal Almond Milk with Apples, Healthy Vegan Breakfast recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ ઓટસ્
1 કપ સાદું બદામનું દૂધ (unsweetened almond milk)
1 ટેબલસ્પૂન પીનટ માખણ
1 ટીસ્પૂન મેપલ સિરપ (ફરજીયાત નથી)
1 ટેબલસ્પૂન સમારેલી ખજૂર (chopped dates)
1 ટીસ્પૂન ચિયા બીજ (chia seeds)
1/4 કપ સમારેલા સફરજન
વિધિ
- ઓટમીલ અને બદામના દૂધ સાથે સફરજન ની રેસીપી બનાવવા માટે એક કાંચના જારમાં ઓટસ્, બદામનું દૂધ, પીનટ માખણ અને મેપલ સીરપ મેળવીને તેને મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.
- તે પછી તેમાં ખજૂર અને ચીયાના બીજ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ જારને ઢાંકણ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૪ કલાક રાખી મૂકો. પીરસવાના સમયે, જારનું ઢાંકણ ખોલી તેમાં સફરજન મેળવી તરત જ પીરસો.