You are here: હોમમાં> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઇડલી
ઇડલી

Tarla Dalal
09 April, 2025


Table of Content
દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો જાણે સામાન્ય રીતે બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા પણ ધરાવે છે અને પચવામાં પણ બહુ સરળ છે. તમને જ્યારે ઘોરી માર્ગ પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી પણ સહીસલામત ગણાય છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1 કપ અડદની દાળ (urad dal)
3 કપ ઉકળા ચોખા (parboiled rice (ukda chawal)
1/2 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
મીઠું (salt) , સ્વાદાનુસાર
નાળિયેરનું તેલ (coconut oil) અથવા બીજું કોઇ પણ રિફાઇન્ડ
લીંબુ (lemon) , પીરસવા માટે
લીંબુ (lemon) , પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો.
- એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
- હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાત્રભર બાજુ પર રાખો.
- જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો.
- આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ ગરમ પીરસો.