You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી
હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી

Tarla Dalal
23 February, 2025


Table of Content
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય.
શાકભાજી અને મશરૂમને મીઠા અને મરી વડે હલકા સાંતળવામાં આવ્યા હોવાથી તે કરકરા અને સુગંધી બને છે. આ પૌષ્ટિક સલાડમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) અને વિટામીન સી સારા પ્રમાણમાં છે અને આ સલાડ તમારા ઓફીસના જમણમાં લઇ જઇ શકાય એવું છે.
આ સલાડમાં શાકભાજી અને ડ્રેસિંગને અલગ-અલગ ડબ્બામાં લઇ જઇને જમતા પહેલા બન્નેને મિક્સ કરી તેની મજા માણવી. આ સલાડ વ્યાયમ અને હરીફાઇની રમત કરવાવાળા માટે પણ અતિ ઉત્તમ છે. કસરત પછી ખાવાથી તે શક્તિ અને જોમ પૂરનાર છે.
હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચનું સલાડ ની રેસીપી - Healthy Vegetable and Sprouts Lunch Salad recipe in Gujarati
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
Main Ingredients
1/2 કપ સિમલા મરચાંના ટુકડા
1/4 કપ સમારેલી ઝૂકિની
1/2 કપ મશરૂમના ટુકડા
1/2 કપ લાલ કોળું
1 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
મીઠું (salt) અને
1/2 કપ બાફેલા ફણગાવેલા મગ
1/2 કપ બાફેલા ફણગાવેલા મગ
1/2 કપ સલાડનું પાન , ટુકડા કરેલા
1/2 કપ નાની પાલક (baby spinach) , ટુકડા કરેલી
2 ટેબલસ્પૂન ભક્કો કરેલું ફેટા ચીઝ
મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરવા માટે
1 ટીસ્પૂન જેતૂનનું તેલ (olive oil)
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/4 ટીસ્પૂન મધ ( Honey )
1/4 ટીસ્પૂન રાઇની પેસ્ટ
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં સીમલા મરચાં, ઝૂકીની, મશરૂમ, લાલ કોળું, મીઠું અને મરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
- જો તમને આ ડ્રેસિંગ ઓફીસમાં લઇ જવું હોય, તો તેને અલગ-અલગ ડબ્બામાં લઇ જવું.
- પીરસતા પહેલા તેમાં ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી તરત જ પીરસો.