મેનુ

You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ઝટ-પટ નાસ્તા >  સવારના નાસ્તા >  ક્રિસ્પી બ્રેડ કપ્સ

ક્રિસ્પી બ્રેડ કપ્સ

Viewed: 7131 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Crispy Bread Cups - Read in English
क्रिस्पी ब्रेड कप्स् - हिन्दी में पढ़ें (Crispy Bread Cups in Hindi)

Table of Content

લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દેખાવ પસંદ પડે છે. જો તમે બાળકો માટે આ વાનગી બનાવતા હોય તો લૉ ફેટ માખણ અને દૂધ વાપરવાને બદલે નિયમિત માખણ અને દૂધ વાપરો.

Preparation Time

None Mins

Cooking Time

None Mins

Total Time

None Mins

Makes

None None

સામગ્રી

ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે

પૂરણ માટે

વિધિ
આગળની રીત
  1. દરેક ટોસ્ટ કરેલ આવરણમાં પૂરણનો એક-એક ભાગ ભરી દો.
  2. તરત જ પીરસો.
ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે
  1. દરેક બ્રેડ સ્લાઇસની કડક કીનારીઓ કાપી નાંખો.
  2. બ્રેડ સ્લાઇસને મલમલના કપડામાં લપેટી સ્ટીમરમાં ૪ થી ૫ મિનિટ સુધી બાફી લો.
  3. બ્રેડ સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી રોલિંગ પિનની મદદથી હળવેથી વણી લો.
  4. મફીન ટ્રેમાં લૉ ફેટ માખણ ચોપડો.
  5. વણેલી બ્રેડ સ્લાઇસને માખણ ચોપડેલા મફીન ટ્રેના સાંચાની અંદર દબાવીને મૂકો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) ના તાપમાન પર ૧૫ મિનિટ માટે અથવા બ્રેડ કરકરી થાય ત્યાં સુધી બેક કરી લો. હવે તેને બાજુ પર રાખો.
પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. હવે તેમાં સીમલા મરચાં અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં મીઠી મકાઇ, કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે અથવા મિશ્રણ જાડું થાય ત્યાં સુધી રાંધી લો.
  4. પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

Your Rating*

user

Follow US

ads

રેસીપી શ્રેણીઓ

ads