You are here: હોમમાં> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > કોલ્ડ કોફી ની રેસીપી
કોલ્ડ કોફી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | with 23 amazing images.
કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજરને લલચાવતું ચોકલેટ સૉસનું શણગાર આંતરરાષ્ટ્રીય પસંદ પામેલી કોલ્ડ કોફીની લાક્ષણિક્તા છે અને તેનો કોઇ પણ પ્રતિકાર કરી શકે એમ નથી.
આ કોફીમાં મલાઇદાર દૂધનો ઉપયોગ કરવો, જેથી તે ઘટ્ટ બને અને તેને બ્લેન્ડરમાં સારી રીતે મિક્સ કરી ફીણદાર બનાવશો ત્યારે જ તમને સાચી કોલ્ડ કોફીનો અહેસાસ મળશે.
અહીં અમે તમને પારંપારિક રીતે કોલ્ડ કોફી તૈયાર કરવાની રીત રજૂ કરી છે અને સાથે આકર્ષક રીતે ગ્લાસમાં ચોકલેટ સૉસ વડે એક અલગ ડીઝાઇન બનાવવાની રીત પણ રજૂ કરી છે.
Tags
Preparation Time
None Mins
Cooking Time
None Mins
Total Time
None Mins
Makes
None None
સામગ્રી
કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે
4 ટેબલસ્પૂન ઇનસ્ટન્ટ કૉફી પાવડર
4 કપ દૂધ (milk)
3/4 કપ પીસેલી સાકર
5 to 6 બરફના ટુકડા (ice-cubes)
લીંબુ (lemon) , સજાવવા માટે
4 ટીસ્પૂન લીંબુ (lemon)
વિધિ
- કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે, એક નાના બાઉલમાં કોફી પાવડર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે મિક્સરની જારમાં દૂધ, કોફી-પાણીનું મિશ્રણ, સાકર અને બરફના ટુકડા મિક્સ કરીને પીસીને સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
- હવે એક લાંબો ગ્લાસ લઇ તેને થોડું નમાવીને તેમાં ચોકલેટ સૉસ ગ્લાસની બાજુ પર રેડીને ગ્લાસને ગોળ-ગોળ ફેરવતા રહો જેથી તેમાં એક અલગ ડીઝાઇન બની જાય.
- તે પછી તે ગ્લાસના તળિયામાં ૧ ટીસ્પૂન ચોકલેટ સૉસ રેડો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૫ ગ્લાસ તૈયાર કરો.
- હવે તૈયાર કરેલી કોલ્ડ કોફી તૈયાર કરેલા ૬ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
- તરત જ પીરસો.